Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત રાજ્યસભાની ત્રણ બેઠક ભાજપે જીતી, કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા સંસદ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
ગાંધીનગર.
20 જુન 2020 
ગુજરાતમાં ગઈકાલે રાજ્યસભાની ચાર બેઠકો માટે થયેલા મતદાનનુ રીઝલ્ટ અપેક્ષા મુજબ જ આવ્યું છે. જેમાં ભારતીય જનતા પક્ષના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત નોંધાઈ છે. ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીનનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ જીત્યા છે અને ભરતસિંહ સોલંકી ની હાર થઈ છે.
 ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ક્રોસ વોટિંગ થી બચવા માટે પ્રોક્ષી વોટિંગનો સહારો લીધો હતો. આમ ભાજપ દ્વારા ગુજરાતમાં પોતાના ત્રણેય ઉમેદવારોને જીતાડવા માટે ખાસ પ્રકારની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
 દેશભરમાં કુલ આઠ રાજ્યની ૧૯ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપના મળીને કુલ 170 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વોટ અંગે કોંગ્રેસે વાંધો લીધો હતો પરંતુ પછી ચૂંટણી પંચે તેને ફગાવી દીધો હતો. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો તૂટયા હતા અને BTP એ  મતદાન કરવાથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું, જેને કારણે ભાજપને ત્રણ બેઠકો આસાનીથી મળી ગઈ હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

Join Our WhatsApp Channel

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version