ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લખનઉ પ્રેસ કોન્ફરન્સમાં સરકારને મોટો પડકાર ફેંક્યો છે.
રાકેશ ટિકેતે કહ્યું કે જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચી નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછું નહીં ખેંચાય. લખનઉને પણ દિલ્હી બનાવી દઈશું.
લખનઉમાં ઘેરાવ કરવાને લઈને ટિકૈતે જણાવ્યું કે જ્યાં ચૂંટણી થવાની છે ત્યાં પણ અમારા ઘણા મુદ્દા છે. દેશમાં સૌથી વધારે વીજળી અહીં છે. શેરડીના નાણા ચૂકવાઈ રહ્યા નથી. પાકના ભાવ વધી રહ્યા નથી.
રાકેશ ટિકૈતે એમ પણ જણાવ્યું કે, અમે રાજ્યોની રાજધાનીને પણ દિલ્હી બનાવીશું.
ટિકેતે સ્પષ્ટ કર્યું હતું કે અમારી લડાઈ ભાજપ સામે નહીં પરંતુ મોદી સરકાર સામે છે.
જો કે લખનૌનો ઘેરો ક્યારે નાખવામાં આવશે અને કઈ તારીખે નંખાશે તેવી જાહેરાત તેમણે કરી ન હતી.