Site icon

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શરદ પવારને મળ્યું આમંત્રણ.. જાણો શરદ પવારે આ વિશે શું કહ્યું..

Ram Mandir: સુપ્રીમો શરદ પવારને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ અંગે શરદ પવારે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો

Ram Mandir Sharad Pawar got an invitation for Pran Pratishtha Mohotsav of Ram Temple in Ayodhya..

Ram Mandir Sharad Pawar got an invitation for Pran Pratishtha Mohotsav of Ram Temple in Ayodhya..

News Continuous Bureau | Mumbai

Ram Mandir: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) ના સુપ્રીમો શરદ પવારને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ અંગે શરદ પવારે ( Sharad Pawar ) રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને ( champat rai ) પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો. પત્ર દ્વારા શરદ પવારે તેમને કહ્યું કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ તેઓ મુક્તપણે સમય કાઢીને દર્શન માટે આવશે. સાથે જ લખવામાં આવ્યું હતું કે ત્યાં સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ જશે. 

Join Our WhatsApp Community

અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેકનો ( Ram Mandir Pran Pratistha Mohotsav ) કાર્યક્રમ યોજાનાર છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ( Shri Ram Janmabhoomi Teerth Kshetra ) મહાસચિવ ચંપત રાયે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે એનસીપી ( NCP  ) વડા શરદ પવારને આમંત્રણ મોકલ્યું છે. પત્ર દ્વારા આ આમંત્રણનો જવાબ આપતા શરદ પવારે સૌ પ્રથમ ચંપત રાયને આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો. આ પછી તેણે કહ્યું કે તે 22 જાન્યુઆરીએ કાર્યક્રમ પૂરો થયા બાદ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા આવશે એવુ કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Green Hydrogen Project : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા દાવોસ સમિટ ખાતે પ્રથમ દિવસે જ ત્રણ પ્રોજેક્ટ માટે આટલા હજાર કરોડના એમઓયુ પર કરાયા હસ્તાક્ષર..

  22 જાન્યુઆરીના કાર્યક્રમ પછી રામલલાના દર્શન સહજ અને આરામથી શક્ય બનશે: પવાર..

શરદ પવારનું કહેવું છે કે 22 જાન્યુઆરીના કાર્યક્રમ પછી રામલલાના દર્શન સહજ અને આરામથી શક્ય બનશે અને આવી સ્થિતિમાં તેઓ રામલલાના દર્શન અને ભક્તિ પણ કરી શકશે. NCP પ્રમુખે પત્ર દ્વારા કહ્યું કે રામ ભક્તો અયોધ્યામાં યોજાનાર સમારોહને લઈને ઉત્સુક છે અને તેઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. પવારે કહ્યું હતું કે આવા ભક્તો દ્વારા જ આ ઐતિહાસિક ઘટનાનો આનંદ મારા સુધી પહોંચશે. આ સમારોહ બાદ તેઓ અયોધ્યા આવશે અને જરુર થી મંદિરની મુલાકાત લેશે. શરદ પવારનું કહેવું છે કે ત્યાં સુધીમાં રામ મંદિરનું નિર્માણ પણ પૂર્ણ થઈ જશે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version