News Continuous Bureau | Mumbai
રામ નવમીના શુભ અવસર પર દેશના અનેક રાજ્યોમાંથી સાંપ્રદાયિક અથડામણની અનેક ઘટનાઓ સામે આવી છે.
ગુજરાતના હિંમતનગર, દ્વારકા અને આણંદમાં ભારે હંગામો થતા પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું છે. તેમજ હિંમતનગરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશના બરવાની, ઝારખંડના લોહરદગા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ હાવડામાં હિંસા જોવા મળી છે.