ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રકોપ સતત વધી રહ્યો છે.
રાજ્યમાં વધતા જતા ઓમિક્રોનના કેસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર
કોરોનાના રેપિડ RT-PCR ટેસ્ટ રેટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
હવે લોકો માત્ર 1795 રૂપિયામાં મુંબઈ એરપોર્ટ પર તપાસ કરાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટેસ્ટ માટે 4500 રૂપિયા ચૂકવવા પડતા હતા.
