World Forensic Day: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ કરી વિશ્વ ફોરેન્સિક દિવસની ઉજવણી, આ વિદ્યાર્થીઓએ કર્યું ફોરેન્સિકન 24નું આયોજન.

World Forensic Day: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ 20 સપ્ટેમ્બર, 2024ના રોજ વિશ્વ ફોરેન્સિક દિવસની ઉજવણી કરી

News Continuous Bureau | Mumbai

World Forensic Day:  રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)ની સ્કૂલ ઓફ બિહેવિયરલ સાયન્સિસ એન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સ (એસબીએસએફઆઇ)નાં વિદ્યાર્થીઓએ વિશ્વ ફોરેન્સિક વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા માટે 20 સપ્ટેમ્બર, 2024નાં રોજ ફોરેન્સિકન 24નું આયોજન કર્યું હતું. ફોરેન્સિક ક્ષેત્રના હાર્દની ઉજવણી કરવા અને દૈનિક દિનચર્યામાં ફોરેન્સિક સાયન્સના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે એસબીએસએફઆઇના વિદ્યાર્થીઓ દ્વારા “ફોરેન્સીકોન’ 24 – એ ડે ટુ ઓલને સોલ્વ કરવા માટે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વય જૂથોના ૩૦૦થી વધુ લોકોએ આ કાર્યક્રમોને નિહાળ્યો હતો અને આ દિવસની ઉજવણી કરી હતી.

Join Our WhatsApp Community
Rashtriya Raksha University celebrated World Forensic Day

Rashtriya Raksha University celebrated World Forensic Day

 

ફોરેન્સીકોન’24નો ( ForensiCon’24 ) ઉદ્દેશ જાગૃતિ ફેલાવવાનો, યુવાન ફોરેન્સિક નિષ્ણાતને પ્રોત્સાહિત કરવાનો અને ફોરેન્સિક સાયન્સની ભાવનાની ઉજવણી કરવાનો હતો. આ ઇવેન્ટ માટે 50થી વધુ વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે કામ કર્યું છે અને ફોરેન્સિક સાયન્સ તપાસને લગતી વિવિધ પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરતા 15 સ્ટોલ તૈયાર કર્યા છે. નો યોર ક્રાઇમ સીન (કેવાયસી), હસ્તલેખનના રહસ્યો, તમારી ફિંગરપ્રિન્ટ્સ જાણો, કૌન બનેગા ફોરેન્સિક એક્સપર્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Rashtriya Raksha University celebrated World Forensic Day

આ સમાચાર પણ વાંચો :  Ambaji Padyatra : ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ પદયાત્રાના માર્ગો પરથી એકત્રિત કરાયો આટલા ટનથી વધુ કચરો.

ફોરેન્સીકોન’24નું ઉદઘાટન સન્માનનીય વાઇસ ચાન્સેલર પ્રો. (ડો.) બિમલ એન. પટેલ અને એસબીએસએફઆઈના ( SBSFI students ) ડિરેક્ટર ડો. મહેશ ત્રિપાઠીએ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને કર્યું હતું. આ પ્રસંગે મહેમાનોએ આવા મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમના આયોજન માટે વિદ્યાર્થીઓના પ્રયત્નોને પ્રોત્સાહિત કર્યા છે અને પ્રશંસા કરી છે. આરઆરયુની વિવિધ શાળાઓની ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓએ એસબીએસએફઆઈના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત તમામ પ્રવૃત્તિઓમાં મુલાકાત લીધી છે અને સક્રિયપણે ભાગ લીધો છે.  રક્ષા શક્તિ સ્કૂલ ( Rashtriya Raksha University ) (આરએસએસ)ના 140 યુવા કેડેટ્સે પણ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. આરએસએસના યુવા કેડેટ્સે માત્ર તમામ સ્ટોલની જ મુલાકાત લીધી ન હતી, પરંતુ ભારે ઉત્સાહ સાથે તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

Rashtriya Raksha University celebrated World Forensic Day

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા!
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version