News Continuous Bureau | Mumbai
Ram Mandir: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. રામ મંદિરના પ્રવેશ દ્વાર હવે ભક્તો માટે ખોલવવામાં આવ્યા છે. ત્યારથી જ ભક્તોની ( devotees ) ભારી ભીડ ઉમટી પડી છે. 3 ફેબ્રુઆરી સુધી દર્શન કરનારા રામ ભક્તોની સંખ્યા લગભગ 28 લાખને વટાવી ગઈ છે. રામનગરીમાં દરરોજ 3 લાખથી વધુ લોકો મંદિરના દર્શન ( Darshan ) કરવા આવી રહ્યા છે. તેથી જો તમે અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો. તો જતા પહેલા આ સૂચનાઓ અવશ્ય વાંચો…
1. અયોધ્યામાં ( Ayodhya ) બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જો તમે તમારી પોતાની કારમાં અયોધ્યા જઈ રહ્યા છો, તો તમારે મુખ્ય રાજમાર્ગ પરથી જ તમારી કાર અયોધ્યાની બહાર પાર્કિંગમાં પાર્ક કરવી પડશે. ત્યાંથી મંદિર લગભગ 3 કિલોમીટર દૂર છે.
2. પાર્કિંગની બહારથી, જો તમે ચાલતા ન જવુ હોય તો. તમને એક ઈ-રિક્ષા મળી રહેશે. જે તમને મંદિરની લગભગ અડધો કિલોમીટર પહેલાં ઉતારશે, સુરક્ષાને કારણે, રસ્તાઓ પર ટ્રાફિક બદલાતો રહે છે, તેથી તમારે થોડું ચાલવું પડશે, તેથી ઓછામાં ઓછું 2 થી 3 કિલોમીટર. ચાલવા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહો
3. અયોધ્યામાં મોટી સંખ્યામાં બજેટ ફ્રેંડલી હોટલ અને ધર્મશાળાઓ છે, તેથી ઓછા બજેટ વાળી હોટલોમાં રહેવામાં તમને કોઈ સમસ્યા આવશે નહીં.
4. જો તમે મંદિરમાં ( Ayodhya Ram Mandir ) દર્શન માટે જાઓ છો, તો તમારા ખિસ્સામાં માત્ર પૈસા જ રાખવાનો પ્રયાસ કરો. કારણ કે મંદિરમાં મોબાઈલ, ઘડિયાળ, પેન, ચાવી વગેરે લઈ જવાની મનાઈ છે. સુરક્ષા તપાસ પહેલા મંદિરમાં લોકર રૂમ છે. જ્યાં તમે તમારો સામાન જમા કરાવી અને પછી જ આગળ જઈ શકશો.
આ સમાચાર પણ વાંચો : PM Modi Assam Visit : PM નરેન્દ્ર મોદી એ આસામમાં કર્યો મેગા રોડ શો, જનતાને આપી અધધ 11,600 કરોડની ભેટ..
5. જો તમે તમારો સામાન લોકર રૂમમાં રાખી રહ્યા છો, તો ત્યાં ભીડને કારણે તમને લગભગ એકથી દોઢ કલાક જેવો સમય લાગી શકે છે. પરંતુ જો તમે પહેલેથી જ તમારો બસો સામાન હોટલમાં કે કારમાં મૂકી દીધો છે. તો તમે માત્ર 20 થી 30 મિનિટમાં દર્શન કરીને મંદિરની બહાર આવી શકો છો.
6. સિક્યોરિટી ચેકીંગ પછી, જ્યારે તમે મંદિરમાં પ્રવેશો છો, મંદિરની સીડીઓ ચઢતા જ તમને દૂરથી રામલલાના દર્શન થવા લાગે છે. તમે પહેલા હૉલમાંથી પસાર થાઓ છો અને પાંચમા હૉલમાં રામલલાના દર્શન કરો છો. ભીડને કારણે તમને ત્યાં ઊભા રહેવા દેવામાં આવશે નહીં, લાઇન સતત આગળ ચાલતી રહેશે અને તેમાં જ તમારે દર્શન કરવાના રહેશે, તેથી પહેલા હોલમાં જ તમારું ધ્યાન રામલલા પર કેન્દ્રિત કરો. જેથી પછી તમને યોગ્ય રીતે દર્શન ન થયાનો અફસોસ ન થાય.
7. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે, મંદિર પ્રશાસન દ્વારા તમને મફતમાં પ્રસાદ આપવામાં આવે છે, બહાર નીકળતી વખતે આ વાતનું ધ્યાન રાખો અને તમારો પ્રસાદ અવશ્ય લો.
8. આ સમયે અયોધ્યામાં ખૂબ જ ઠંડી છે, કપડાં પેક કરતી વખતે ગરમ કપડા રાખવાનું ચુકતા નહીં..

