Site icon

Hanuman Flag: કર્ણાટકમાં હનુમાન ધ્વજ હટાવવાને લઈને, ગ્રામજનોએ કર્યો જોરદાર વિરોધ, આ સંદર્ભે સિદ્ધારમૈયાએ કહ્યું- આ.

Hanuman Flag: હાલ દેશમાં જ્યારે રામ મંદિરના ઉદ્દઘાટન બાદ સમગ્ર તરફ રામમય વાતાવરણ છે. ત્યારે કર્ણાટકમાં મંડ્યા વિસ્તારમાં પ્રશાસન તરફથી ભગવો ધ્વજ હટાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જે બાદ આ વિસ્તારમાં તણાવ વધ્યો છે.

Regarding the removal of the Hanuman flag in Karnataka, the villagers protested strongly, in this regard Siddaramaiah said this

Regarding the removal of the Hanuman flag in Karnataka, the villagers protested strongly, in this regard Siddaramaiah said this

News Continuous Bureau | Mumbai

 Hanuman Flag: કર્ણાટકના ( Karnataka ) મંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં રવિવારે જ્યારે અધિકારીઓએ 108 ફૂટ ઊંચા થાંભલા પરથી હનુમાન ધ્વજ હટાવી દીધો હતો. ત્યારથી આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો. આ ઘટના બાદ રાજ્યમાં સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય વિવાદ શરૂ થયો છે. હનુમાન ધ્વજ હટાવી દેવાના મામલે ભારતીય જનતા પાર્ટી ( BJP ), જનતા દળ સેક્યુલર ( JD-S) અને બજરંગ દળના ( Bajrang Dal ) સભ્યો સાથે ગામમાં અને આસપાસના લોકોના હવે આ વિસ્તારમાં એકઠા થવા સામે સાવચેતીના પગલા રુપે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઘટના બાદ પોલીસ અને પ્રશાસને હનુમાન ધ્વજને બદલે રાષ્ટ્રધ્વજને ( national flag ) ધ્વજ પોલ પર લગાવી દીધો હતો. 

Join Our WhatsApp Community

પોલીસે જણાવ્યું કે કેરાગોડુ ( Karagodu ) અને 12 પડોશી ગામોના રહેવાસીઓ અને કેટલીક સંસ્થાઓએ રંગમંદિર પાસે ધ્વજ સ્તંભની  સ્થાપના માટે પૈસા દાનમાં આપ્યા હતા. ભાજપ અને જેડી(એસ)ના કાર્યકરો આમાં સક્રિય રીતે સામેલ હોવાનું કહેવાય છે. આ ધ્વજ પોલ પર હનુમાનની તસવીર સાથેનો ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, જેનો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો અને પ્રશાસનને ફરિયાદ કરી હતી. આ અંગે કાર્યવાહી કરતાં તાલુકા પંચાયતના વહીવટી અધિકારીએ ગ્રામ પંચાયતના અધિકારીઓને ધ્વજ હટાવવાનો આદેશ કર્યો હતો. જે બાદ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક ગ્રામજનોએ ધ્વજ હટાવવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ધ્વજ નીચે ઉતારવામાં આવ્યા બાદ રવિવારે સવારે તણાવ વધી ગયો હતો અને પોલીસ અને વિરોધ કરી રહેલા ગ્રામજનો અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કેટલાક વિરોધીઓએ સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર અને મંડ્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમ જ કોંગ્રેસધારાસભ્ય ગનિગા રવિકુમાર પ્રત્યે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિરોધીઓ તેમની ભગવો ધ્વજ લગાવવાની માંગ પર અડગ રહ્યા હતા અને ધ્વજ સ્તંભના પાયા પર નાના ભગવા ધ્વજ સાથે ભગવાન રામના ચિત્ર સાથેનું ફ્લેક્સ બોર્ડ લગાવ્યું હતું. જ્યારે પોલીસે આ નાનો ધ્વજ હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પ્રતિકારનો સામનો કરવો પડ્યો અને વિરોધીઓએ ‘જય શ્રી રામ, જય હનુમાન’ના નારા લગાવવાના શરુ કર્યા હતા..

 કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો…

બપોરે, પોલીસે બળપૂર્વક વિરોધીઓને દૂર કર્યા અને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. આ પછી આખરે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ ધ્વજ સ્તંભ પરથી હનુમાન ધ્વજ હટાવીને ત્રિરંગો લગાવ્યો હતે. આ સંદર્ભે પ્રતિક્રિયા આપતા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ( Siddaramaiah ) ચિત્રદુર્ગના જિલ્લા મુખ્યાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ ફરકાવવાને બદલે ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ યોગ્ય નથી. તેથી હવે તે વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રશાસનને કહેવામાં આવ્યું છે..

આ સમાચાર પણ વાંચો : Ram Mandir: રામ મંદિર બનશે હવે અભેદ્ય.. મંદિરની રક્ષા કરશે ઈઝરાયેલના આ એન્ટી ડ્રોન, જાણો શું છે એન્ટી ડ્રોન સિસ્ટમ?

માંડ્યા જિલ્લાના પ્રભારી મંત્રી એન ચેલુવરાયસ્વામીએ આ મામલે મિડીયા સાથે વાત કરતા સ્પષ્ટતા કરી હતી કે, ધ્વજ પોલનું સ્થાન પંચાયતના અધિકારક્ષેત્રમાં આવે છે અને આ ધ્વજ પોલ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, ‘પરંતુ તે દિવસે સાંજે બીજા ધ્વજ દ્વારા તેને બદલવામાં આવ્યો હતો. જો કે, તેમણે ખાનગી જગ્યાએ અથવા મંદિરની નજીક હનુમાન ધ્વજની સ્થાપનાનું સમર્થન કર્યું છે. ચેલુવરાયસ્વામીએ કહ્યું, આની પાછળ પણ રાજનીતિ હોઈ શકે છે (રાષ્ટ્રધ્વજની જગ્યાએ હનુમાન ધ્વજ લગાવવો). મને ખબર નથી કે આની પાછળ કોણ છે…આ દેશ લોકશાહી અને બંધારણથી ચાલે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આવતીકાલે લોકોતો એમ પણ કહી શકે છે કે, તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની સામે ધ્વજ (ભગવો ધ્વજ) ફરકાવવા માંગે છે. શું આને મંજૂરી આપી શકાય? જો તેને એક જગ્યાએ મંજૂરી આપવામાં આવશે, તો તે અન્ય સ્થળોએ પણ વિસ્તરણ કરશે. આ જ મોટી ચિંતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version