Site icon

આજથી શરૂ થશે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે CETનું રજિસ્ટ્રેશન; જાણો સમયપત્રક સહિત તમામ જરૂરી વિગતો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

અગિયારમાં ધોરણમાં એડમીશન માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ને શનિવારે યોજાનાર છે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે બોર્ડએ જાહેર કરેલી વેબસાઈટ https://cet.mh-ssc.ac.in પર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૧ છે.

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ સિવાય બીજા તમામ બોર્ડના વિદ્યાર્થીઓએ CET માટે ૧૭૮ રૂપિયા પરીક્ષા ફી તરીકે ભરવા પડશે. આ પરીક્ષા ઓફલાઈન થવાની છે. તેથી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ પત્ર પણ આપવામાં આવશે. પરીક્ષા ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ને રોજ સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા દરમિયાન લેવાશે. રજિસ્ટ્રેશન સાથે  વિદ્યાર્થીઓ પરીક્ષાના કેન્દ્રની પણ પસંદગી કરી શકે છે.

વેપારીઓ સામે અંતે સરકારને ઝૂકવું પડ્યું : દાળ-કઠોળની સ્ટૉક-મર્યાદા વધારવામાં આવી, હોલસેલરો અને મિલમાલિકોને રાહત; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી. આ પરીક્ષા 100 માર્કની રહેશે અને મલ્ટિપલ-ચૉઇસ ફૉર્મેટમાં લેવાશે. ઑપ્ટિકલ માર્ક રેકગ્નિશન (OMR) આધારિત પ્રશ્નપત્રમાં ચાર વિષયો, એટલે કે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં પ્રત્યેક વિષયના ગુણના ૨૫ પ્રશ્નો હશે.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version