Site icon

Agri stack Farmer Registry Portal: ગુજરાતના ખેડૂતો માટે વિશેષ! પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ‘આ’ પોર્ટલ પર સર્જાય તકનીકી ખામી, અટકી નોંધણી..

Agri stack Farmer Registry Portal: એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા તેમાં નોંધણી થઇ શકશે નહિ. ટૂંક સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરાશે. પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ. ગુજરાતના તમામ ખેડૂતોની તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન

Registration will not be possible in case of technical fault on Agri stack - Farmer Registry Portal in Gujarat

Registration will not be possible in case of technical fault on Agri stack - Farmer Registry Portal in Gujarat

   News Continuous Bureau | Mumbai

Agri stack Farmer Registry Portal:  ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂટોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો ( PM-Kisan Samman Nidhi ) લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે.  

Join Our WhatsApp Community

ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ( Gujarat Farmers ) ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ પહેલા ફાર્મર રજીસ્ટ્રી ( Gujarat Government ) ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું. પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ( Agri stack Farmer Registry Portal  ) પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહિ. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : India Forex Reserve: વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો, 4 સપ્તાહની નીચી સપાટીએ; જાણો હવે દેશની તિજોરીમાં કેટલું ધન છે?

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Exit mobile version