Site icon News Continuous Bureau | Mumbai

વાર્યા ન વળે તે હાર્યા વળે!! 31 જુલાઈ સુધીમાં આ વર્ગને ફરજીયાત વેક્સિન લેવા અંગેનું જાહેરનામું આખરે રાજકોટ પોલીસ કમિશનરે રદ કર્યું ; જાણો વિગતે

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઓસરવાથી સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યાં છે.

જોકે વેપારીઓ માટે 31 જુલાઈ પહેલા વેક્સિન મેળવવાનો પ્રશ્ન વિકટ બની ગયો હતો. કારણ કે શહેરમાં વેક્સિનની અછતના કારણે ઘણાને વેક્સિન મળી નથી.

Join Our WhatsApp Channel

આ મુદ્દાને ધ્યાને લઈને આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વેપારીઓને 31 જુલાઇ સુધીમાં ફરજીયાત વેક્સિન લેવાના જાહેરનામાંને હટાવી દીધું છે.

એટલું જ નહીં હવે એમ પણ જાહેર કરાયું છે કે કોઈ દુકાનદાર – ફેરિયા વગેરેએ રસી નહીં લીધી હોય તો તેના વેપાર – ધંધા પોલીસ બંધ નહીં કરાવે, બલ્કે એને લગતું કોઈ ચેકિંગ પણ કરવામાં નહીં આવે!

સાથે જ તેમણે લોકોને કોરોના વાયરસના સંક્રમણમાં સ્વસ્થ અને સુરક્ષિત રહેવા જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવાની અપીલ કરી છે.

અફઘાનિસ્તાનથી માત્ર સૈનિકો નહીં, દુભાષિયાઓ ને પણ અમેરિકા લઇ જઇ રહ્યું છે. જાણો રસપ્રદ વિગત

Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Tukaram Mundhe FDA Guidelines તુકારામ મુંઢેનો મોટો નિર્ણય મહાપ્રસાદ અને ભંડારા વિતરણ માટે એફડીએની પરવાનગી લેવી ફરજિયાત
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Exit mobile version