Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાનને દૂર કરો! વિદ્યાર્થીઓ ના વાલીઓ એ ટ્વિટર અભિયાન છેડયું .. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

03 નવેમ્બર 2020 

શિક્ષણ પ્રધાન તેમના મુદ્દાઓ પર નક્કર નિર્ણય લઈ રહ્યા ન હોવાથી રાજ્યભરના વાલીઓએ શિક્ષા મંત્રી ને પદ પર થી હટાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. કોરોના ને કારણે લોકડાઉન દરમિયાન શાળાઓ બંધ હોવા છતાં શાળાઓ મનફાવે તેમ ફી લઈ રહયાં છે. આથી રાજ્યભરનાં વાલીઓએ તેમને પદ પરથી હટાવવાની માંગ કરી છે. ટ્વિટર પર માતા-પિતાએ શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડને પદ પરથી હટાવવા માટે મતદાન શરૂ કર્યું છે જેને વાલીઓનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. 

કોરોનાની પૃષ્ઠભૂમિમાં શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શીખવવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, શાળાઓએ માતાપિતા પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કર્યો. જેની માતા-પિતાએ શિક્ષણ પ્રધાન અને શિક્ષણ વિભાગમાં ફરિયાદ નોંધાવી; પરંતુ તેની નોંધ શિક્ષા વિભાગ દ્વારા લેવામાં આવી નથી. આથી, વાલીઓએ તેમની ફરિયાદો શિક્ષણ રાજ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. જોકે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વાલીઓ રોષે ભરાયા છે. 

મહારાષ્ટ્ર ના શિક્ષણ પ્રધાન માત્ર ખાતરી આપી રહ્યા હોવાથી માતા-પિતાએ ટ્વિટર પર એક ઝુંબેશ શરૂ કરી છે. શિક્ષણ અભિયાન સામે આક્રોશને  કારણ કે એમઆઈટી પુનાના માતાપિતાના દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટ્વિટને ઘણાં રિટ્વીટ કરી રહ્યાં છે. આમ વાલીઓનો અવાજ હવે બુલંદ બની રહ્યો છે.

Jewar Airport Renamed Narendra Modi International Airport મોદી સ્ટેડિયમ બાદ હવે ‘મોદી એરપોર્ટ’! યોગી આદિત્યનાથે કેબિનેટમાં પસાર કર્યો પ્રસ્તાવ…
Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Exit mobile version