ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
રાજ્યમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી અને આગળ રાજ્યમાં પ્રતિબંધો શિથિલ કરવા સંદર્ભે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે રાજ્યના પચીસ જિલ્લાઓમાં પ્રતિબંધો ધીમે-ધીમે હળવા કરાશે. આ જિલ્લાઓમાં દુકાનો અને મૉલ ખોલવાની પરવાનગી આપવામાં આવેએવી શક્યતા છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ ઓછો હોવા છતાં ત્રીજા તબક્કાના જ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. હવે એવા પચીસ જિલ્લાઓ કે જ્યાં પૉઝિટિવિટી રેટ ઓછો છે ત્યાં પ્રતિબંધો હળવા થઈ શકે છે. જોકેરાજ્યના ૩૬માંના ૧૧ જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ વધુ હોવાથી પ્રતિબંધો યથાવત્ રહેશે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : મેડિકલ કૉલેજમાં પણ આ વિદ્યાર્થીઓને મળશે આરક્ષણનો લાભ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે સતારા, સાંગલી, પુણે, કોલ્હાપુર, સોલાપુર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, બીડ, પાલઘર અને અહમદનગર આ તમામ જિલ્લાઓમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો યથાવત્ રાખવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ રાજ્યની સરાસરી કરતાં વધુ છે.
