રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાદ હવે તેલંગાણા કોંગ્રેસનો આંતરિક વિખવાદ પ્રકાશમાં આવ્યો છે.
તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના સચિવ કૌશિક રેડ્ડીએ એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોતાનું રાજીનામુ આપ્યુ છે.
સાથે જ પ્રદેશ અધ્યક્ષે રેવાંથ રેડ્ડી પર આ પદ માટે 50 કરોડ રુપિયાની લાંચ આપી હોવાનો આરોપ લગાવ્યો છે.
આ આરોપના જવાબ આપતા ટાગોરે કહ્યુ હતુ કે, તેલંગાણામાં મારી જવાબદારી ટીઆરએસને હરાવવાની છે. જે નેતાઓ કેસીઆરના વફાદાર છે તે મારા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે.
હવે મારા વકીલ કૌશિક રેડ્ડીને માનહાનીની નોટિસ મોકલી રહ્યા છે. તેમનુ હવે કોર્ટમાં સ્વાગત થશે.
