News Continuous Bureau | Mumbai
આજના યંગસ્ટર્સ(Youngsters) માટે સોશિયલ મીડિયા(Social media) જ મહત્વનું બન્યું છે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનવા માટે તેઓ ગમે તે હદે જવા તૈયાર થાય છે. દિવાળીના દિવસે ફટાકડા(Fire craker) ફોડવા પર અનેકવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ફટાકડાથી જીવલેણ ઘટના બની શકે છે. છતાં જુવાનિયાઓ ફટાકડા સાથે ખેલ ખેલે છે. આ દિવાળી સોશિયલ મીડિયા પર ફેમસ થવા કેટલાક યંગસ્ટર્સ જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યાં.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રીલ્સ (Reels) બનાવવાની ઘેલછામાં એક યુવક સળગતું રોકેટ મોઢામાં લઈને શહેરના રસ્તા પર દોડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગુજરાત(Gujarat) ના વલસાડ શહેરનો છે. વિડીયો વાયરલ થતા સીટી પોલીસે યુવકને સબક શીખવાડવા તેની શોધખોળ હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં એક ફિલ્મ નિર્માતા સંદર્ભે ચોંકાવનારો કિસ્સો : બીજી સ્ત્રી સાથે રંગે હાથો પકડાયો તો પત્નીને ગાડી નીચે કચડી. જુઓ વિડિયો.
