ચારા ગોટાળામાં જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ને હવે ડાયાલિસિસ આપવું પડશે.
તેમની બંને કીડનીઓ કુલ મળીને 25 ટકા કામ કરી રહી છે.
ડોક્ટરે જણાવ્યું છે કે એમનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું છે.
ઈલાજ દરમિયાન તેમની કિડની ૩૫ ટકા કામ કરી રહી હતી, હવે માત્ર ૨૫ ટકા કામ કરી રહી છે.
