Site icon

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીનું વિચિત્ર ચૂંટણી વચન, ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરનાર છોકરીઓને મળશે આ મોટું ઈનામ!

Hung Assembly expected in Karnataka

Hung Assembly expected in Karnataka

News Continuous Bureau | Mumbai

કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે અને તમામ પક્ષો મતદારોને આકર્ષવા માટે વિવિધ જાહેરાતો કરી રહ્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ સોમવારે એક ચોંકાવનારી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરનાર છોકરીઓને 2 લાખ રૂપિયા આપશે. કોલારમાં ‘પંચરત્ન’ રેલીને સંબોધિત કરતા કુમારસ્વામીએ આ નિવેદન આપ્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરવા માટે સરકારે કન્યાઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  મમતા દીદીને ઝટકે પે ઝટકા.. પહેલા રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો, હવે આ સાંસદે રાજ્યસભા પદ પરથી આપ્યું રાજીનામું..

આ અવસરે એચડી કુમારસ્વામીએ કહ્યું, મને માહિતી મળી છે કે છોકરીઓ ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરવા તૈયાર નથી. ખેડૂતોના પુત્રોના લગ્નને પ્રોત્સાહન આપવા માટે સરકારે છોકરીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ. ખેડૂત પરિવારમાંથી આવતા યુવાનો માટે આ સારો નિર્ણય હશે.

ચૂંટણી પંચની જાહેરાત મુજબ, કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. કર્ણાટક વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version