News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવત(Mohan Bhagwat) ગુરૂવારે દિલ્હી(Delhi)માં કસ્તુરબા ગાંધી માર્ગ સ્થિત મસ્જિદ(Mosque)ની મુલાકાત લીધી હતી. અહીં તેઓ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન(AIMIO)ના મુખ્ય ઈમામ ડો.ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી(Imam Umer Ahmed Ilyasi)ને મળ્યા હતા. તેઓ એક કલાક સુધી મસ્જિદમાં રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સંઘના ઈન્દ્રેશ કુમાર, રામલાલ અને કૃષ્ણગોપાલ હાજર રહ્યા હતા. ઉપરાંત બેઠકમાં ઈમામ ઉમર ઈલિયાસી અને શોએબ ઈલિયાસી પણ હાજર રહ્યા હતા.
આરએસએસના વડા મોહન ભાગવતની મુલાકાત બાદ AIIOના વડા ઈલિયાસીએ જણાવ્યું હતું કે, તેમના આમંત્રણથી તેઓ અહીં આવ્યા હતા અને તેમણે ભાગવતને 'રાષ્ટ્રપિતા' કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રપિતા છે. અમે દેશને મજબૂત બનાવવા માટે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જોકે, ભાગવતે કહ્યું હતું કે, ફક્ત એક જ રાષ્ટ્રપિતા છે અને બાકી બધા 'ભારતના સંતાન' છે. ઈલિયાસીએ જણાવ્યું હતું કે, ભાગવતની મુલાકાત સાથે એ સંદેશ જવો જોઈએ કે અમે બધા સાથે મળીને ભારતને મજબૂત બનાવવા ઈચ્છીએ છીએ. આપણા બધા માટે દેશ સૌ પ્રથમ છે. આપણા ડીએનએ એક સમાન છે. ફક્ત અમારો ધર્મ અને ભગવાનની પૂજા કરવાની રીત અલગ છે.
આ સમાચાર પણ વાંચો : મર્સિડીઝ- ભારતમાં એસેમ્બલ થનારી પહેલી લક્ઝરી ઇલેક્ટ્રિક કાર- 25 લાખમાં બુકિંગ શરૂ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ભાગવત ઘણા મુસ્લિમ વડાઓ અને બૌદ્ધિકો સાથે મુલાકાત કરી છે. તેઓ ધાર્મિક સૌહાર્દ બનાવવા માટે મુસ્લિમ સમાજ સુધી પહોંચી રહ્યા છે.
