Site icon News Continuous Bureau | Mumbai

Special Train: સાબરમતી-હરિદ્વાર સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત

Special Train: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને,પશ્ચિમ રેલ્વેએ સાબરમતી-હરિદ્વાર સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપને સંશોધિત કોચ સ્ટ્રક્ચર સાથે વિસ્તારવાનો નિર્ણય લીધો છે

Sabarmati-Haridwar Summer Special Train Schedule Extended

Sabarmati-Haridwar Summer Special Train Schedule Extended

News Continuous Bureau | Mumbai

Special Train: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને,પશ્ચિમ રેલ્વેએ ( Western Railway ) સાબરમતી-હરિદ્વાર સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપને સંશોધિત કોચ સ્ટ્રક્ચર સાથે વિસ્તારવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

Special Train: ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ

ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ( Sabarmati-Haridwar Summer Special Train ) 24 જૂન 2024 થી 29 જુલાઈ 2024 સુધી દર સોમવાર અને શુક્રવારે સાબરમતીથી ( Sabarmati ) 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર ( Haridwar  ) પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ હરિદ્વારથી 25 જૂન 2024 થી 30 જુલાઈ 2024 સુધી દર મંગળવાર અને શનિવારે 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.

આ સમાચાર  પણ વાંચો: JSGIF Udan Award: મંજુ લોઢા સહિત ૨૨ જૈન વિભુતિઓને JSGIF ઉડાન એવોર્ડ એનાયત

રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગસ, નીમ કા થાણા, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 12 કોચ સ્લીપર ક્લાસ અને 2 કોચ જનરલ ક્લાસના હશે.

ટ્રેન નંબર 09425 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 23 જૂન, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version