Site icon

સચિન વઝેના એક સ્ટેટમેન્ટના કારણે આખા પોલીસ વિભાગમાં સનસનાટી મચી ગઈ છે, 10 ડીસીપીએ આપ્યા 40 કરોડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

જ્યારથી સચિન વઝે  NIAની કસ્ટડીમાં છે, ત્યારથી દિવસે ને દિવસ એન્ટીલિયા બૉમ્બ પ્રકરણમાં નવા વળાંક આવી રહ્યા છે. પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સચિન વઝેએ હાલની સરકારના એક મોટા પ્રધાન માટે 40 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આ 40 કરોડ રૂપિયા 10 ડીસીપી પાસેથી લેવામાં આવ્યા હતા. જ્યારથી આ સમાચાર સામે આવ્યા ત્યારથી પોલીસ વિભાગમાં સનસનાટી મચી ગઈ છે, કેમ કે એ 10 ડીસીપી છે તે ડરી રહ્યા છે, તેમની શોધખોળ ચાલુ થઈ ગઈ છે, કારણ કે આ વાત સાચી સાબિત થઈ તો તમામ 10 ડીસીપીની પણ ધરપકડ કરવામાં આવશે અને એના લીધે જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચવા પામ્યો છે.

સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને આપેલા જવાબમાં દાવો કર્યો છે કે દસ નાયબ પોલીસ કમિશનર (ડીસીપી) પાસેથી  40 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને પરિવહનમંત્રી અનિલ પરબને તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા જારી કરાયેલા ટ્રાન્સફર ઑર્ડરની મંજૂરી આપવા માટે આપવામાં આવ્યા હતા.

ગણપતિબાપ્પાના વિસર્જન માટે મુંબઈ મનપાએ ચોપાટીઓ પર કરી આ ધરખમ તૈયારીઓ; જાણો વિગત

1 જૂનના રોજ તલોજા જેલમાં ઇડી દ્વારા દાખલ કરાયેલા જવાબમાં વઝેએ દાવો કર્યો હતો કે દેશમુખ અને પરબ 10 ડીસીપીની બદલી અને નિમણૂક અંગે સિંહના આદેશથી ખુશ નથી અને આદેશને રોકી રાખ્યો છે. વઝેએ ઇડીને કહ્યું “3-4 દિવસ પછી, મને ખબર પડી કે કેટલાંક સમાધાન અને પૈસાની વિચારણા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.”

મની લૉન્ડરિંગ કેસમાં દેશમુખના અંગત સચિવ સંજીવ પાલાંડે અને તેમના સહાયક કુંદન શિંદે સામે ગયા મહિને દાખલ કરાયેલી ઇડીની ચાર્જશીટનો આ ભાગ છે, જેમાં પૂર્વ મંત્રી મુખ્ય આરોપી છે.એચટીએ ગુરુવારે ઇડીનો આરોપ દાખલ કર્યો.

વઝેએ ઇડીને વધુમાં જણાવ્યું હતું કે, “મને ખબર પડી કે આ ક્રમમાં પોલીસ અધિકારીઓ પાસેથી 40 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા અને 20 કરોડ રૂપિયા અનિલ દેશમુખ, સંજીવ પાલાંડે, ગૃહમંત્રીના પીએસ અને અનિલ પરબ દ્વારા બજરંગ કરમાટે નામના આરટીઓ અધિકારીને મળ્યા હતા.” 

ઉલ્લેખનીય છે કે સચિન વઝેની એન્ટીલિયા બૉમ્બ કેસને લીધે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે હૉસ્પિટલમાં હૃદયની સારવાર હેઠળ છે.

વાહ! વૈશ્વિક સ્તરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વટ! અનેક રેકૉર્ડના સ્વામી; જાણો વિગત 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version