Site icon News Continuous Bureau | Mumbai

શું સચિન વઝે એ લોચો માર્યો હતો? કદાચ તે ગાડીમાં ધમકીભર્યોપત્ર મૂકવાનું ભૂલી ગયો હતો. પછી શું કર્યું જાણો અહીં..

     સચિન વઝે એ ભલે એક સુપર કૉપ બનવાના સપના જોયા હોય, પણ તેના એક ખોટા પગલાં એ  તેને કાયમ માટે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


   આખી ઘટનાનો ક્રમ જાણીએ તો મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો ગાડી પોલીસને મળી હતી. પોલીસને વિસ્ફોટક સામાન સાથે અંબાણી પરિવાર માટે લખેલો એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો.એ પત્રમાં મુકેશભાઈ અને નીતા ભાભી ના સંબોધન સાથે લખ્યું હતું કે, આતો ખાલી ટ્રેલર છે આગળ તમને ઉડાડવા માટે અમારી પાસે પૂરતો સામાન હશે. સાવધાન રહેજો.
    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સચિન બાઝે એ કબૂલ કર્યું છે કે તે scorpio ગાડી પાર્ક કર્યા બાદ લેટર મૂકવાનું ભૂલી ગયો હતો,અને થોડીવાર પછી ફરી ત્યાં જઈને ધમકીભર્યો લેટર મૂક્યો હતો.જો કે વાઝેની આ હરકત સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.
   ઉલ્લેખનીય છે કે વઝે એ  લખેલા આ ધમકી ભર્યા લેટરની તથ્યતા અંગે પહેલેથી જ શંકા સેવાતી હતી.

Join Our WhatsApp Channel
Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version