Site icon

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધશે, નિલંબિત પોલીસ અધિકારી સચિન વાઝેએ EDને લખ્યો પત્ર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની 100 કરોડ રૂપિયાની વસૂલાતમાં મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. નિલંબિત પોલીસી અધિકારી સચિન વાઝેએ અનિલ દેશમુખ વિરુદ્ધમાં માફીના સાક્ષી બનવાની તૈયારી દર્શાવી છે. સચિન વાઝે આ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પત્ર મોકલ્યો છે. હવે 14 ફેબ્રુઆરીએ ED આ પત્ર અંગે કોર્ટમાં પોતાનું નિવેદન રજૂ કરશે.
સચિન વાઝેએ EDને લખેલા પત્રમાં લખ્યું  છે કે, “હું જાણું છું તે સમગ્ર હકીકત મેજિસ્ટ્રેટ સમક્ષ સત્યતાપૂર્વક અને સ્વેચ્છાએ જાહેર કરવા તૈયાર છું. હું તમને વિનંતી કરું છું કે સીઆરપીસીની કલમ 306 અને 307 હેઠળ માફી માટેની આ અરજી પર નિર્ણય કરો.”

થોડા દિવસો પહેલા સચિન વાઝે ED ને આપેલા જવાબથી અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો થયો હતો. અનિલ દેશમુખે જ મને પોલીસ દળમાં પાછા ફરવાનું સૂચન કર્યું હતું. રાજ્ય સરકારમાં ઘણા વરિષ્ઠ નેતાઓ આ માટે તૈયાર ન હતા. જો કે  હું તેમને સમજાવીશ એવું અનિલ દેશમુખે કહ્યું હતું. અનિલ દેશમુખે પોલીસ દળમાં ફરી જોડાવા માટે 2 કરોડ રૂપિયાની પણ માંગણી કરી હતી. પરંતુ, મેં તેમને જાણ કરી હતી કે મને આટલી રકમ ચૂકવવી શક્ય નથી. જો કે, અનિલ દેશમુખે મને પરમબીર સિંહને ફરીથી પોલીસ દળમાં જોડાવા માટે વિનંતી કરવાનું કહ્યું. તે પછી તેમની ઈચ્છા મુજબ હું ફરીથી પોલીસ દળમાં જોડાયો, તેમ સચિન વાઝેએ EDને જણાવ્યું હતું.

ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ, આટલા ઉમેદવારોનું ભવિષ્ય આજે નક્કી થશે

હું પોલીસ દળમાં જોડાયા પછી, મને CIU અને અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી. અનિલ દેશમુખે મને બાર અને રેસ્ટોરન્ટમાંથી વસૂલી કરવા કહ્યું હતું. તે પછી મેં ડિસેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2012 સુધી અનિલ દેશમુખને 4 કરોડ 70 લાખ રૂપિયા ચૂકવ્યા. 

ચાંદીવાલ પંચે બુધવારે સચિન વાઝેની પૂછપરછ કરી હતી. ત્યારે પણ સચિન વાઝે અનેક સનસનીખેજ ખુલાસા કર્યા હતા. "મને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારે પણ હું કામ કરતો હતો." વાઝે કહ્યું. જ્યારે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારે પણ અનિલ દેશમુખ મારા પ્રદર્શનથી ખુશ હતા. આથી અનિલ દેશમુખે મારું સસ્પેન્શન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આર્થિક ગેરરીતિનો પર્દાફાશ થતાં અનિલ દેશમુખે  મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સચિન વાઝેએ કહ્યું હોવાનું માનવામાં આવે છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version