News Continuous Bureau | Mumbai
નુપુર શર્મા(Nupur Sharma) પર કાર્યવાહી બાદ હવે સાધ્વી પ્રાચીએ ભાજપ(BJP)ના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
સાધ્વી પ્રાચી (Sadhvi Prachi)એ કહ્યું કે મને ખૂબ હસવું આવે છે કે ઘણા લોકોને સાચું બોલવાની સજા મળી છે.
નુપુર શર્મા(Nupur Sharma)ને પણ આવી જ સજા મળી રહી છે પરંતુ સત્ય યાદ રાખવું સત્યને પરેશાન કરી શકાય છે, હરાવી શકાય નહીં.
આજે દરેક સનાતની નૂપુર શર્મા અને ભાઈ નવીન જિંદાલ(Naveen Jindal) સાથે છે.
હું સરકારને કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો ઓવૈસીની ધરપકડ કરીને બતાવો.
ઉલ્લેખનીય છે કે નુપુર શર્માની પયગંબર મોહમ્મદને લઈને ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો, તેના પ્રત્યાઘાત રૂપે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે
