Site icon

મુંબઈ પોલીસની સંધ્યા શીલવંતને સલામ!! અત્યાર સુધી 8 અજાણી લાશોના અંતિમ સંસ્કાર કરી ચૂકી છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 મે 2020 

હાલ કોરોના કાળમાં ઘરના સભ્યો મૃતકની ડેડબોડી લેવાનું તો દૂર અંતિમ સંસ્કાર કરવા માટે પણ આવતા નથી. એવા સમયે મુંબઈ પોલીસની એક બહાદુર સિપાઈ સંધ્યા શીલવંત 14 મે થી લઇ આજ સુધી આઠ જેટલી લાશોના અંતિમ સંસ્કાર કરી ચૂકી છે. જેમાંથી ચાર લાશતો કોરોના સંક્રમિત હતી. સંધ્યા કહે છે કે "આ કામ કરતા એને ડર નથી લાગતો પરંતુ ફરજ પૂરી કર્યાનો સંતોષ મળે છે" વધુમાં કહે છે કે "હું ઘરે જઈને મારી ડયુટીની કોઈ પણ વાત મારા બાળકો સામે કરતી નથી જેથી એને એવો ડર મનમાં રહેતો નથી કે હું કોરોના ગ્રસ્ત લોકોની લાશના અંતિમ સંસ્કાર કરીશ તો બાળકોનું શું થશે? કારણ કે આ એની ફરજનો  જ એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે સંધ્યાના પિતા અને સસરા બંને પોલીસ વિભાગમાં હોવાથી સંધ્યાના ઘરવાળા એની ડ્યૂટીની જવાબદારીઓ સમજી તેને સહયોગ કરે છે.  વાસ્તવમાં મુંબઈ પોલીસમાં એ.ડી.આર વિભાગમાં કામ કરતી સંધ્યાનું કામ હોય છે લાપતા, ખોવાઈ ગયેલા, અજ્ઞાત લોકોના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવવા અને શંકાસ્પદ મૃત્યુ લાગે તો એવી સ્થિતિમાં મૃતકના શરીરના અંગો જેવા કે ફેફસા, દિલ, લીવર લઈને ફોરેન્સિક લેબમાં આપવા જવું અને અંતમાં સગાવહાલા લેવા ન આવે તો અજાણી લાશના અંતિમ સંસ્કાર પણ સંધ્યા પોતે કરે છે. જ્યારે આ વાતની મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને ખબર પડી તો તેમણે સોશ્યલ મીડિયા પર સંધ્યાના વખાણ પણ કર્યા હતા..

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version