Site icon News Continuous Bureau | Mumbai

Samay Raina Indias Got Latent: સમય રૈનાની મુશ્કેલીઓ વધી, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના બધા એપિસોડ થશે ડીલીટ! પ્રેક્ષકોના પણ નોંધાશે નિવેદન…

Samay Raina Indias Got Latent: મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબને પત્ર લખીને 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના તમામ વિવાદાસ્પદ એપિસોડ દૂર કરવાની માંગ કરી છે. શોના હોસ્ટ અને મહેમાનો દ્વારા માતા-પિતા અને મહિલાઓ પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને કારણે દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ 18 એપિસોડમાં આવેલા તમામ જ્યુરી સભ્યોમાંથી ઘણાએ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Samay Raina Indias Got Latent YouTube takes down Samay Raina and Ranveer Allahbadia’s controversial India’s Got Latent episode

Samay Raina Indias Got Latent YouTube takes down Samay Raina and Ranveer Allahbadia’s controversial India’s Got Latent episode

News Continuous Bureau | Mumbai

Samay Raina Indias Got Latent: યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સાથે જોડાયેલો વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. મહારાષ્ટ્ર સાયબર સેલ આ કેસની તપાસ કરી રહ્યું છે. શોના તાજેતરના એપિસોડમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણી બાદ વિવિધ રાજ્યોમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સાથે સંકળાયેલા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

Samay Raina Indias Got Latent: શો માં ભાગ લેનારાઓ સામે પણ થશે કાર્યવાહી 

સાયબર સેલે કહ્યું છે કે અમે શોના તમામ 18 એપિસોડની તપાસ કરી રહ્યા છીએ. આ 18 એપિસોડમાં જજ તરીકે ભાગ લેનારા અને અપશબ્દોનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, શોમાં પ્રેક્ષકો તરીકે આવેલા લોકોના નિવેદનો સાક્ષી તરીકે નોંધવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Ranveer allahbadia and Samay raina: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના ને લાગ્યો વધુ એક ઝટકો, AICWA એ બંને પર પ્રતિબંધ લગાવતા કહી આવી વાત

અધિકારીઓએ જણાવ્યું કે શોમાં ભાગ લેનાર અને અપશબ્દોનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબને પત્ર લખીને કહ્યું છે કે આ શોના તમામ એપિસોડ, જેમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને ડિલીટ કરી દેવા જોઈએ.

Samay Raina Indias Got Latent: શોના બધા એપિસોડ દૂર કરવા પડશે

વિભાગે આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને શોના તમામ 18 એપિસોડ દૂર કરવા જણાવ્યું છે. તપાસ દરમિયાન, સાયબર વિભાગને જાણવા મળ્યું કે શોમાં ભાગ લઈ રહેલા મહેમાનો અને અન્ય સહભાગીઓએ ‘અશ્લીલ અને અભદ્ર’ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં શોના જજ અને મહેમાનોનો સમાવેશ થાય છે.

 

 

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Rahul Gandhi Foreign Support Allegation ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે’ રાહુલ ગાંધીનો PM મોદી પર સનસનાટીભર્યો આરોપ, કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચાનો ફેંક્યો પડકાર
US Iran Doha Talks હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ઇરાન તૈયાર દોહા વાટાઘાટોમાં અમેરિકા સમક્ષ ડ્રાફ્ટ ડીલ રજૂ, નૌકાબંધી હટાવવાની મૂકી કડક શરત
UK Visa Rules For Refugees ભારત અને પાકિસ્તાનના શરણાર્થીઓ માટે બ્રિટનના દરવાજા ખુલ્યા નવા વિઝા નિયમો હેઠળ આશ્રય નીતિમાં મોટો ફેરફાર, જાણો વિગતો
Exit mobile version