News Continuous Bureau|Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસની ટીમ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના મુંબઈના ભાંડુપમાં આવેલા ઘરે પહોચી છે. તેમને પૂછપરછ માટે ઈડીની ઓફિસે લઈ જઈ શકે છે. રાઉત 1034 કરોડ રૂપિયાના પાત્રા ચાલ કૌભાંડ અંતર્ગત તપાસના દાયરામાં છે. સવારે લગભગ 7.30 વાગ્યે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. આ મામલામાં ED સંજય રાઉતની શોધ અને પૂછપરછ કરવા માટે તેના ઘરે પહોંચી છે. EDની 3 ટીમો આજે દરોડા પાડી રહી છે. હાલમાં એક ટીમ સંજય રાઉતના ઘરે હાજર છે, જ્યારે અન્ય બે ટીમ અન્ય જગ્યાએ દરોડા પાડી રહી છે.
તેમણે પોતાના ટ્વિટર હૈંડલ પર લખ્યું છે કે, મારે કોઈ કૌભાંડમાં લેવા દેવા નથી, આ હું શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના શપથ લઈને કહી રહ્યો છું. બાલાસાહેબે અમને લડતા શિખવાડ્યું છે. હું શિવસેના માટે લડવાનું ચાલુ રાખીશું. તેમણે ઈડીની કાર્યવાહીને ખોટી ગણાવી છે. કહ્યું ખોટા પુરાવા છે. હું શિવસેના નહીં છોડુ, હું મરી જઈશ તો પણ સમર્પણ નહીં કરું.
