Site icon

સંજય રાઉત ઉવાચ- જામીન અરજી પર સુનાવણી માટે જેલમાંથી બહાર આવેલા શિવસેના નેતાએ હવામાં બાણ છોડ્યા

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) ઠાકરે જૂથ(Uddhav Thackeray Group) સામે સંકટની હારમાળા શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ શિવસેનાની તોપ ગણાતા સંજય રાઉતે(Sanjay Raut) પણ હવે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે તેમણે શિવસેનાનું નવું ચિન્હ(New symbol) ક્રાંતિ લાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સેશન કોર્ટ આજે જેલમાં રહેલા સંજય રાઉતની જામીન અરજી પર સુનાવણી કરશે. તે સમયે તેમણે કોર્ટ પરિસરમાં શિવસૈનિકો(Shivsainik) અને મીડિયાના પ્રતિનિધિઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી.

Join Our WhatsApp Community

ઉપનગરીય ગોરેગાંવ(Goregaon) માં પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાઓના સંબંધમાં 1 ઓગસ્ટના રોજ શિવસેનાના નેતાની ધરપકડ કરવામાં આવી હતી. સંજય રાઉત હાલ કોર્ટ કસ્ટડી(Judicial custody) માં છે અને તેમની જામીન અરજી પર આજે સુનાવણી થશે. આ સુનાવણી માટે સંજય રાઉતને કોર્ટ(court) માં લાવવામાં આવ્યા હતા. તે સમયે તેમના સંબંધીઓ સાથે શિવસૈનિકોએ તેમની સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે શિવસેનાનું ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર ફ્રીઝ થઇ ગયું છે. ત્યારે સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. 

સંજય રાઉતે કહ્યું કે શિવસેનાનો નવું ચિન્હ ક્રાંતિ લાવી શકે છે અને અમે ભવિષ્યમાં વધુ સક્ષમ બનીશું. તેમણે કહ્યું કે અમારી પાસે શિવસેનાની 'સ્પિરિટ' છે. આ પહેલા પણ જનસંઘ અને કોંગ્રેસના ચિહ્નને ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. આમાં કંઈ નવું નથી. નવા ચિન્હ સાથે આ પક્ષ પણ મોટા થયા છે. આપણે મોટા થઈશું. વધુમાં તેમણે કહ્યું કે, લોકો જાણે છે કે અસલી શિવસેના કોણ છે. દરમિયાન તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ચિન્હ બદલાશે તો પણ લોકો અમારી સાથે જોડાશે.

 

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version