News Continuous Bureau | Mumbai
પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં જેલમાં બંધ શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં વધુ એક ઝટકો લાગ્યો છે.
કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવી છે.
સાથે તેમની જામીન અરજી પર પણ 17 ઓક્ટોબરે સુનાવણી થશે.
અગાઉ, રાઉતને 10 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 1 ઓગસ્ટના રોજ ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનર્વિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાના સંબંધમાં તેમની ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો
