Site icon

શિંદે-ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? શિંદે જૂથના આ ધારાસભ્યએ જણાવી તારીખ…

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકાર છ મહિના પૂર્ણ કરી રહી છે. આ છ મહિનામાં માત્ર એક જ વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. અવાર નવાર કહેવામાં આવતું હતું કે મંત્રીમંડળનું વધુ એક વિસ્તરણ થશે. જેથી અનેક લોકોએ મંત્રી પદ મેળવવા લોબિંગ શરૂ કર્યું હતું. પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ થયું ન હતું. પરંતુ હવે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે નિશ્ચિત છે

Sanjay shirsat reaction on maharashtra government cabinet expansion

શિંદે-ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? શિંદે જૂથના આ ધારાસભ્યએ જણાવી તારીખ…

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકાર ( maharashtra government ) છ મહિના પૂર્ણ કરી રહી છે. આ છ મહિનામાં માત્ર એક જ વખત મંત્રીમંડળનું વિસ્તરણ ( cabinet expansion ) કરવામાં આવ્યું હતું. અવાર નવાર કહેવામાં આવતું હતું કે મંત્રીમંડળનું વધુ એક વિસ્તરણ થશે. જેથી અનેક લોકોએ મંત્રી પદ મેળવવા લોબિંગ શરૂ કર્યું હતું. પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ થયું ન હતું. પરંતુ હવે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે નિશ્ચિત છે. કેબિનેટ વિસ્તરણની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે ( Sanjay shirsat ) રાજ્ય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે તેમ કહીને આ વિસ્તરણની તારીખ પણ જણાવી છે.

Join Our WhatsApp Community

સંજય શિરસાટે મીડિયા સાથે વાતચીત દરમિયાન કેબિનેટ વિસ્તરણની તારીખ જણાવી છે. હવે રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે. 20 થી 22 જાન્યુઆરી દરમિયાન કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. 15 જાન્યુઆરી સુધીમાં ટેકનિકલ મુશ્કેલીઓ દૂર થઈ જશે. સંજય શિરસાટે કહ્યું છે કે કેબિનેટ વિસ્તરણને લઈને કોઈ પર કોઈ દબાણ નથી, પાર્ટી મારા અંગે જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ. દરમિયાન આ વખતે તેમણે શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતને પણ પડકાર ફેંક્યો છે. આ સમયે તેમણે ઠાકરે જૂથની શિવસેનાની પણ ટીકા કરી હતી. આગામી 8-10 દિવસમાં શિવસેના ખાલી થઈ જશે. શિરસાટે એવો પણ દાવો કર્યો હતો કે શિવસેનાના બાકીના ધારાસભ્યો 8 થી 10 દિવસમાં શિંદે જૂથમાં જોડાશે.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રમાં રાજકીય નેતાઓ સાથે એકસીડન્ટની ઘટના વધી, ધનંજય મુંડે બાદ હવે આ ધારાસભ્યને નડ્યો અકસ્માત.. ટ્રકે મારી ટક્કર…

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Exit mobile version