ગુજરાતના 20 જિલ્લાઓનાં 35 જળાશયો, 1200 જેટલાં તળાવો, 1000થી વધુ ચેકડેમમાં 453 અબજ લિટર પાણી ભરાશે
નર્મદા કૅનાલ, ફતેવાડી કૅનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કૅનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી ખેડૂતોને પાણી અપાશે
નર્મદા ડેમમાંથી મુખ્ય કૅનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે, ઉપરાંત તળાવો અને નાની નદીઓ ભરવામાં આવશે
સરદાર સરોવર નર્મદા ડેમમાં એની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.
સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખાત્રીજથી 30મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પડાશે.
