Site icon News Continuous Bureau | Mumbai

એસબીઆઈ બેંકે ખાતાધારકોને કર્યા સાવધાન, બેંકે બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી. ઘ્યાન થી તપાસી લ્યો આ નંબર. 

News Continuous Bureau | Mumbai
 દેશમાં વધી રહેલી સાયબર ક્રાઈમની(Cyber crime) ઘટનાઓને ધ્યાને રાખી હવે સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ(SBI bank) પોતાના ગ્રાહતો માટે ચેતવણી જાહેર કરી છે. બેંક પોતાના કરોડો ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે નંબર જાહેર કર્યા. આ મામલે બેંકે પોતાના ગ્રાહકોને જાગરૂક પણ કર્યા છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી છે, જેથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. પોતાના ગ્રાહકોને ફિશિંગ સ્કેમથી(Phishing scam) બચાવવા માટે બેંકે ચેતવણી જાહેર કરી છે. બેંક તરફથી કહેવામાં આવ્યું કે, ટ્‌વીટ, એસએમએસ, અને ઈમેલમાં(Email) ફિશિંગ છેતરપિંડીની ઘટનાઓ સામે આવી છે. ફોન પર કેટલાક લોકો પોતાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી જણાવીને છેતરપિંડી કરી રહ્યા છે.  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરતા બે નંબર પરથી ફોન આવે તો રિસીવ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં આ ૮૨૯૪૭૧૦૯૪૬ અને ૭૩૬૨૯૫૧૯૭૩ નંબરોનો સમાવેશ થાય છે.. બેંકે કહ્યું કે, જો તમને આ નંબરોથી ફોન આવે તો સાવધાન રહેવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો :  યાત્રી કૃપયા ધ્યાન દે!!! આજે મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનોને આ કારણથી થશે અસર.  જાણો વિગતે.    

Join Our WhatsApp Channel
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version