સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસને ઝટકો આપ્યો છે.
હાઇકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે અલગ અલગ મતગણતરીની પ્રક્રિયા ઉપર સ્ટે માગતી કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે. આમ સ્ટે ન આપતા 6 કોર્પોરેશન માટે મંગળવારે મતગણતરી યોજાશે.
એટલે કે આવતી કાલે છ મનપાનું પરિણામ આવી જશે જયારે પંચાયતોની મતગણતરી તા.2 માર્ચનાં રોજ થશે.