Site icon News Continuous Bureau | Mumbai

વૃદ્ધ માતાની દેખરેખ નહીં રાખનારા પુત્રને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું-મોટું મકાન નહીં મોટું દિલ જોઈએ… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

વૃદ્ધ માતાની(Old mother) સંપત્તિ(Property) હડપ કર્યા બાદ તેની દેખરેખ નહીં રાખનારા પુત્રને સુપ્રીમ કોર્ટે(Supreme court) બરોબરોનો ફટકાર્યો હતો. માતાની દેખરેખ રાખવા માટે મોટું મકાન નહીં પણ મોટું દિલ જોઈએ એવા શબ્દોમાં સુપ્રીમ કોર્ટે પુત્રને ઠપકાર્યો હતો.

Join Our WhatsApp Channel

વૃદ્ધ માતાની પુત્રીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તેમના ભાઈએ માતાની બધી સંપત્તિ પોતાને નામે કરી લીધી હતી અને તે હવે માતાનું ધ્યાન રાખતો નથી. તેથી માતાની કસ્ટડી(Custody) પુત્રીને સોંપી દેવી જોઈએ.

વૃદ્ધ મહિલા ડિર્મેશિયાથી(dementia) પીડિત છે. તેથી તેની કોઈ સંપત્તિ કોઈના નામે ન કરવામાં આવે એવો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. પુત્રીઓએ પોતાની માતાની કસ્ટડી તેમને સોંપવાની માગણી પણ કોર્ટમાં કરી હતી. પુત્રીએ કરેલા દાવા મુજબ તેમનો ભાઈ માતાને મળવા દેતો નથી આ દરમિયાન ચાલેલી દલીલમાં પુત્રના વકીલે કહ્યું હતું કે માતાને રાખવા માટે પૂરતી જગ્યા નથી.

આ સમાચાર પણ વાંચો : કૉંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીઓ ફરી વધી, આ કેસમાં નિવાસસ્થાન અને ઓફિસ પર CBIના દરોડા.. 

વકીલની આ દલીલની સુપ્રીમ કોર્ટે તેમનો ઉઘડો લીધો હતો અને કહ્યું હતુ કે માતાને રાખવા માટે કેટલી જગ્યા કેટલું મોટું મકાન છે તે મહત્વનું નથી. સવાલ એ છે કે માતાની દેખરેખ રાખવા માટે તમારી પાસે કેટલું મોટું દિલ છે. 
 

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version