Site icon News Continuous Bureau | Mumbai

જો શાળાના સંચાલકો અને વાલીઓ સહમત હશે તો ગુજરાતમાં 15 ઓગસ્ટ પછી શાળા ખુલી શકે છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

12 જુન 2020 

કોરોનાના ફફડાટ વચ્ચે ગુજરાતમાં સ્કૂલ કોલેજો શરૂ થવાના કોઇ અણસાર દેખાતા નથી. "હજી 15 મી ઓગસ્ટ પહેલા કોઈ શાળા શરૂ થઈ શકે એમ નથી.  કારણ કે બાળકોની સલામતીના કારણોસર ગુજરાત સરકાર કોઇ જોખમ લેવા માંગતી નથી". રાજ્યના શિક્ષણ મંત્રી ના જણાવ્યા મુજબ હાલ ઓનલાઈન એજ્યુકેશન ઉપર વધુ ભાર આપવામાં આવી રહયું છે, 

"ત્યારબાદ કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય, ગૃહ મંત્રાલય અને આરોગ્ય વિભાગની સલાહ લેવામાં આવશે તેમ જ સ્થાનિક લેવલે શાળાના સંચાલકો અને બાળકોના વાલીઓ ની સંમતિ વધુ મહત્વની રહેશે".

 ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્કૂલ કોલેજો શરૂ કરવા માટે ખાસ NCERTA ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. તે મુજબ સૌ પ્રથમ ધોરણ-11 અને 12 શરૂ કરવાનું નક્કી કરાશે.

 ગુજરાતના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ "એક સાથે તમામ ધોરણો શરૂ કરવામાં નહીં આવે, પરંતુ દર બે અઠવાડિયાના અંતે, એક પછી એક ધોરણો શરૂ કરાશે. ગુજરાત સરકારની સૌથી મોટી ચિંતા ધોરણ 1 થી 5 ના બાળકોને લઈને છે. એ લોકોને કઈ રીતે થાળે પાડવા એની ચર્ચા વિચારણા પણ થઇ રહી છે….

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version