ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોના લીધે બધા રાજ્યોએ ફરીથી પ્રતિબંધો લગાવવાના શરૂ કર્યા છે.
કોરોનાના નવા વેરિયન્ટના લીધે માંડ-માંડ ખુલેલી શાળાઓ અને કોલેજો ફરીથી બંધ થવા લાગી છે
મુંબઈ, દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને રાજસ્થાનમાં સ્કૂલો અને કોલેજો ફરીથી બંધ થઈ ગઈ છે.
આમ જે રાજ્યોમાં સો ટકા સ્કૂલો ખુલ્લી હતી હવે તે પણ સ્કૂલોને બંધ કરી રહ્યા છે.
