ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચંદીગઢ શિક્ષણ વિભાગે તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ચંદીગઢની તમામ સરકારી સહિત ખાનગી શાળાઓમાં આગામી 20 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી 2022 સુધી રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે પ્રથમ શિયાળુ વેકેશનની અંતિમ તારીખ 27 ડિસેમ્બરથી વધારીને 05 જાન્યુઆરી કરવામાં આવી છે.