Site icon News Continuous Bureau | Mumbai

સત્તા બાદ હવે ઓફિસો પર કબજાનો જંગ- શિવસેના કાર્યાલયમાં એકનાથ શિંદેની તસવીર લગાવતા થઇ મોટી બબાલ-જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) પર હકની લડાઈ હવે રસ્તા પર આવી ગઈ છે અને હિંસક થઈ રહી છે. ડોંબિવલીમાં(Dombivli) મંગળવારે આવો નજારો જોવા મળ્યો, જ્યારે એકનાથ શિંદે(Eknath Shinde) જૂથના સમર્થકો શિવસેનાની ઓફિસમાં ઘુસી ગયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે એકનાથ શિંદે જૂથના કાર્યકર્તા મંગળવારે બપોરે ડોંબિવલીમાં શિવસેનાની કેન્દ્રીય શાખામાં(Central Branch) ઘુસી ગયા. તે એક ડ્રિલ મશીન લઈને આવ્યા હતા. શિવસેનાની શાખામાં ઘુસી આ કાર્યકર્તાઓએ ડ્રિલ મશીનથી દીવાલ પર એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેની(Shrikant Shinde) તસવીરો લગાવી દીધી. અત્યાર સુધી શિવસેનાની આ કેન્દ્રીય શાખામાં બાલાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray), આનંદ દિધે(Anand Didhe), ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરેની(Aditya Thackeray) તસવીરો હતી. તેના કારણે શિવસૈનિકો(Shivsainik) અને શિંદે સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો. 

Join Our WhatsApp Community

નોંધનીય છે કે આશરે દોઢ મહિનાથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં ટકરાવ ચાલી રહ્યો છે. એકનાથ શિંદેએ શિવસેનાના ૫૬ ધારાસભ્યોમાંથી(MLA) ૪૦ને પોતાની સાથે લઈ ભાજપ(BJP) સાથે સરકાર બનાવી લીધી છે. તો શિવસેનાના ૧૨ જેટલા સાંસદો પણ શિંદે જૂથનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે તેમણે ચૂંટણી પંચમાં ખુદને અસલી શિવસેનાના નેતા(Shivsena leader) હોવાનો પણ દાવો કર્યો છે. આ વચ્ચે ડોંબિવલીની ઘટનાએ તણાવ વધારી દીધો છે.  

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતને કોર્ટમાંથી ન  મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

આ ઘટના બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આજથી એકનાથ શિંદે જૂથ સમર્થક ડોંબિવલીમાં સભ્ય અભિયાન શરૂ કરવાના છે. તે માટે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવ્યા બાદ હવે શિંદે જૂથ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. 

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version