મહારાષ્ટ્રના રાજકારણમાં ગુપ્ત બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
શિવસેના અને એનસીપીની ગુપ્ત બેઠક બાદ હવે વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે બંધ બારણે બેઠક થઇ હતી.
કહેવાય રહ્યું છે કે વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે બે કલાક ચર્ચા થઈ હતી. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફોન પર બેઠક માટે ઉપલબ્ધ હતા.
આ બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર આવ્યા અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટી મળી હતી.
આ બેઠકમાં ભાજપના થોડા અને મહત્વના નેતાઓ હાજર રહ્યા હતા. ચર્ચા છે કે મરાઠા અનામત અને ઓબીસી અનામતના મુદ્દા પર ભાજપ સરકારને ઘેરી લેવાની તૈયારી કરી રહી છે.