ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે
આ કાર્યવાહીમાં ભારતીય સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.
માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.
જોકે માર્યા ગયેલા આતંકવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી કે તેઓ કયા જૂથના છે તે પણ જાણી શકાયું નથી.
હાલ આ વિસ્તારમાં હજુ પણ સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને શોપિયાં જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના ચાર સહયોગીઓની ધરપકડ કરી હતી.