ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
સલમાન ખુર્શીદની પુસ્તક સનરાઈઝ ઓફ અયોધ્યાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે મધ્યપ્રદેશના ગૃહમંંત્રી નરોત્તમ મિશ્રા દ્વારા પણ આ પુસ્તકને બૈન કરવાની વાત કરવામાં આવી છે.
કોંગ્રેસ દેશના ભાગલા કરવાની વાત કરે છે અને આ વિચારધારાને પોતાના પુસ્તકમાં સલમાન ખુરશીદે આગળ વધારી છે.
સાથે ગૃહમંત્રીએ એવું પણ કહ્યું કે બુકને બૈન કરવા માટે તેઓ કાયદાના જાણકારોની પણ સલાહ લેશે.
ઉલ્લેખનીય છે કે ખુર્શીદની બુકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે. જેને લઈને ભાજપ સહિત હિંદુવાદી સંગઠનો આ પુસ્તકનો વિરોધ કરી રહ્યા છે.
ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે
