Site icon

Selfie Mishap: સતારામાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવતી 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી, માંડ બચ્યો જીવ; જુઓ વિડીયો… 

Selfie Mishap: સેલ્ફી લેતી વખતે એક યુવતી એ પોતાનો જીવ જોખમમાં મૂક્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દોરડાની મદદથી યુવતી ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. યુવતી મહારાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેવા માટે ઉંઘર રોડ પર બોર્ને ઘાટ પહોંચી હતી. સેલ્ફી લેતી વખતે તે પોતાનું સંતુલન જાળવી શકતી નહોતી. તેનો પગ લપસી જાય છે અને તે 100 ફૂટ નીચે ખાઈમાં પડી જાય છે. 

Selfie Mishap Woman slips, falls into 60-foot gorge while taking selfie in Satara

Selfie Mishap Woman slips, falls into 60-foot gorge while taking selfie in Satara

News Continuous Bureau | Mumbai

Selfie Mishap: લોકો આજકલ ફેમસ થવા અને પબ્લિસિટી મેળવવા માટે ફોટા અને રીલ બનાવે છે. અને રીલ બનાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. ઘણીવાર તો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. સોશિયલ મીડિયાના જમાનામાં યુવા પેઢી પોતાના જીવન વિશે પણ વિચારતી નથી. એક યુવતીએ માત્ર એક ફોટો માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો છે. આ ઘટના મહારાષ્ટ્ર ના સતારા જિલ્લામાં બની હતી. અહીં સેલ્ફી લેવા આવેલી એક યુવતી લપસીને ઉંડી ખીણમાં પડી.

Join Our WhatsApp Community

Selfie Mishap:  જુઓ વિડીયો

 

Selfie Mishap: બોર્ને ઘાટ પર  યુવતી નો પગ લપસી ગયો

આ 29 વર્ષની યુવતી પુણેની રહેવાસી છે. જે 3 ઓગસ્ટના રોજ  તેના મિત્રો સાથે વરસાદી પ્રવાસનો આનંદ માણવા તોશેઘર ધોધ પર ફરવા ગઈ હતી. જો કે, યુવતી અને તેના જૂથે પાછા ફરવાનું નક્કી કર્યું કારણ કે સતારામાં તોશેઘર ધોધ સુરક્ષા કારણોસર બંધ હતો. ધોધ બંધ હોવાથી જૂથ નિરાશ થઈ ગયું હતું, પરંતુ પરત ફરતી વખતે એ જ આનંદ માણવા મિત્રોનું જૂથ બોર્ને ઘાટ પર રોકાઈ ગયું હતું. બધા વરસાદની મજા માણતા ફોટા લેવા લાગ્યા. લીલીછમ પ્રકૃતિ જોઈને યુવતી પણ સેલ્ફી લેવા માંગતી હતી. યુવતી સેલ્ફી ફોટો લઈ રહી હતી. જોકે, તે સમયે મુશળધાર વરસાદને કારણે ભીની થઈ ગયેલી ઘાટની ધાર પરથી યુવતી નો પગ લપસી ગયો હતો. અને તે 100 ફૂટ ખીણમાં પડી ગઈ હતી.

Selfie Mishap: આ રીતે કરાયું રેસ્ક્યુ 

યુવતી ઊંડી ખીણમાં પડતાં કોઈ રીતે તે ઝાડનો સહારો લઈને લટકી  રહી હતી. યુવતીના મિત્રોએ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક હોમગાર્ડ અને જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટીની ટીમને બચાવ કામગીરી માટે જાણ કરી હતી. જે બાદ પોલીસ, ટ્રેકર્સ અને હોમગાર્ડની ટીમ બોર્ને ઘાટ પર દોડી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Stock Market Crash: અમેરિકામાં મંદીના ભણકારા, ભારતીય શેર માર્કેટ કડકભૂસ; રોકાણકારો રાતા પાણીએ રોયા..

હોમગાર્ડ અવિનાશ માંડવે ખીણમાં ઉતર્યા અને દોરડાની મદદથી સેફ્ટી બેલ્ટ બાંધીને યુવતી ને ખીણમાંથી બહાર કાઢી. અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને તાત્કાલિક સતારાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ તેની સઘન સંભાળ એકમમાં સારવાર ચાલી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Exit mobile version