Site icon

બસ બહુ સહન કર્યું, હવે નહી! શિવસેનાના આ નેતાએ ભાજપને આપી ચેતવણી.જાણો વિગત

Sanjay Raut removed from leader post of shivsena from loksabha

Sanjay Raut: સંજય રાઉતને શિવસેનાના સંસદીય નેતા પદ પરથી હટાવ્યા, લોકસભા અધ્યક્ષને મુખ્યમંત્રીનો પત્ર; નેતા તરીકે કીર્તિકરની વરણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

સોમવાર.

શિવસેના અને ભાજપ વચ્ચેનું વાકયુદ્ધ દિવસેને દિવસે વધુ આકરુ બની રહ્યું છે. શિવસેના પ્રવક્તા અને સાંસદ અને સંજય રાઉતે  ભાજપને ચેતવણી આપી છે કે, આવનારા થોડા દિવસોમાં ભાજપના સાડા ત્રણ લોકો જેલના સળીયા પાછળ હશે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શિવસેનાના નેતા સંજય રાઉત સહિત અનેક નેતાઓની પાછળ પડી ગયા છે. ગત દિવસોમાં સંજય રાઉતનો પરિવાર અને તેના નજીકના સંબંધીઓ પર કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ ભરડો લીધો હતો. ગત વર્ષે ઈડીએ તેમની પત્ની વર્ષા રાઉત પાસેથી 55 લાખ રૂપિયા સંદર્ભમાં પૂછપરછ કરી હતી. એટલું જ નહીં પણ તેમની દિકરીના લગ્નમાં જે ડેકોરેટરે કામ કર્યું તેની પાસેથી ઈડીએ પૂછપરછ કરી હતી. 

આ ઉપરાંત રાઉતને લાલૂ યાદવની માફક જેલમાં નાખવાની ધમકી પણ મળી રહી છે. શિવસેનાના કેટલાય નેતા ઈડીના નિશાના પર આવી ગયા છે. તેની પાછળ ભાજપનો હાથ હોવાનો શિવસેનાના નેતાઓ આરોપ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર જુદી જુદી એજેન્સીનો ઉપયોગ કરીને મહારાષ્ટ્ર સરકારને તોડી પાડવાની કોશિશ કરી રહી છે એવા આરોપ શિવસેના કરી ચૂકી છે. 

આ દરમિયાન સંજય રાઉતે ભાજપ પર ટીકા કરતા કહ્યું હતું કે અત્યાર સુધી અમે બહું સહન કરી લીધું પણ હવે બરબાદ કરી દઈશું. બહુ જલદી શિવસેના પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં શિવસેનાના મોટા નેતા સાંસદ અને ધારાસભ્યો સામેલ થશે. 

સ્કૂલ ચલે હમ! ગુજરાતમાં બાળમંદિર અને આંગણવાડી આ તારીખથી ફરી ખુલશે, પણ સરકારે રાખી છે આ શરત

સંજય રાઉતે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓની ધમકીથી અમે ડરવાવાળા નથી. જે લોકો અમને ધમકી આપી રહ્યા છે કે અનિલ દેશમુખની બાજૂવાળી કોઠડીમાં નાખી દઈશું. તેમને હું કહેવા માગુ છુ કે, એ જ કોઠડીમાં ભાજપના નેતાઓને નાખવાની તૈયારી થઈ ચુકી છે. સંજય રાઉતે એવું પણ કહ્યું કે શિવસેના ભવન મહારાષ્ટ્રમાં પાવરનું કેન્દ્ર છે. અહીંથી બેસીને જ બાલા સાહેબ ઠાકરેએ રાજ્યને નવી દિશા આપી હતી.

સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ એ સમજવાનું રહેશે કે, રાજ્યમાં શિવસેનાની સરકાર છે, જે ઉખાડવું હોય તે ઉખાડી લો.  દેશમુખ જેલમાંથી બહાર આવશે અને ભાજપવાળા જેલમાં જશે.

સંજય રાઉતના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સંજય રાઉતે કહ્યું હતું કે, ઠાકરે પરિવાર અને શિવસેના પર જે કિચડ ઉડાવવામાં આવે છે, તેનો જવાબ આવતી કાલે મળી જશે.  મારા નિવેદન બાદ તેમની ઊંઘ હરામ થઈ જવાની છે. અમને ધમકી ન આપો. અમે ધમકીઓથી ડરનારા નથી.  એજન્સી અને સરકારને જે ઉખાડવું હોય તે ઉખાડી લે.

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version