ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુન 2020
અલગાવવાદી સંગઠન 'ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ'ના સૌથી વરિષ્ઠ નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. તેઓ આ ભાગલાવાદી જૂથના આજીવન પ્રમુખ હતાં. માત્ર પોતાના રાજકીય સ્વાર્થ ખાતર જમ્મુ કાશ્મીરની પ્રજાનો ઉપયોગ કરતા અલગતાવાદી સંગઠનોમાં અંદરોઅંદરના મનભેદ ઉપર આવી રહયાં છે.
એક ઓડિયો મેસેજમાં તેમણે કહ્યું કે, "હુર્રિયત કોન્ફરન્સની હાલની સ્થિતિ જોતા મેં તેના તમામ પદો પરથી અલગ થવાનો નિર્ણય કર્યો છે". અલબત્ત 90 વર્ષના ગિલાની અત્યાર સુધી પાર્ટીના આજીવન ચેરમેન હતા.
'હુર્રિયત કોન્ફોરન્સ' કાશ્મીરમાં સક્રિય તમામ નાના-મોટા અલગાવવાદી સંગઠનોનું મંચ છે. જમ્મુ-કાશ્મીરમાં 1987માં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફોરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી. નેશનલ કોન્ફોરન્સને 40 અને કોંગ્રેસને 26 બેઠકો મળી હતી. જોકે બાદમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફોરન્સના ગંઠબંધનના વિરોધમાં ઘાટીમાં 13 જુલાઈ 1993ના રોજ ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સની સ્થાપના કરાઈ હતી જેનું કામ ઘાટીમાં અલગાવવાદી આંદોલનને સક્રિય કરવાનું હતુ….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com