ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર, 2021
શનિવાર.
દેશને કોવિડની કોવિશીલ્ડ વેક્સિન આપનારા અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા મુંબઈ સ્થિત અગ્રણી ફાર્મા કંપની વોકહાર્ડ લિમિટેડમાં 10 ટકો હિસ્સો ખરીદે એવી શકયતા છે. વોકહાર્ડ કંપનીમાં હિસ્સેદારી ખરીદવા અનેક કંપનીઓએ રસ બતાવ્યો છે. તેમાં સિરમ સૌથી આગળ છે. 10 ટકા એટલે કે લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે આ હિસ્સો ખરીદવામાં આવે એવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ સિમરની ફાર્મા કંપની સાથે વાતચીત ચાલી રહી છે. જેમા સિરમે 10 ટકા હિસ્સેદારી ખરીદવા માટે સકારાત્મક હોવાનું કહેવાય છે.
કારના શોખીનો માટે સારા સમાચાર! હવે ભારતમાં ઓછા દરે વેચાશે આ મેડ ઇન ઇન્ડિયા ગાડી. જાણો વિગત..