ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલને માજી બુટલેગર કહેતાં વિવાદ ઊભો થયો છે. હવે આ ટિપ્પણી થઈ ગયા પછી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કુલ સાત પોલીસ ફરિયાદો ફાઈલ કરવામાં આવી છે. આ ઉપરાંત એક કાર્યકર્તાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
આમ જાહેર જીવનમાં નેતાને અપશબ્દો કહેવા બદલ આમ આદમી પાર્ટીના નેતા હાલ પરેશાન થયા છે.