Site icon

લો બોલો! ગુજરાતમાં SBIમાં 70 ટકા નોન-ગુજરાતીઓની ભરતી. નિયમોની ઐસી કી તૈસી…

 News Continuous Bureau | Mumbai 

એક તરફ સરકારી નોકરીમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવાના બણગા સરકાર ફૂંકતી હોય છે, ત્યારે તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં ક્લેરીકલ સ્ટાફમાં કરેલી ભરતીમા 70 ટકા સ્ટાફ બિન ગુજરાતી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

Join Our WhatsApp Community

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આ પગલા સામે ગુજરાતમાં સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચી ગયો છે. બેંક કર્મચારી યુનિયનના નેતાઓ દ્વારા ગુજરાત સરકાર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે.

નિયમ મુજબ જે રાજ્યમાં ભરતી થવાની હોય તે રાજ્યની ભાષા ફરજિયાત આવડવી જોઈએ. છતાં ગુજરાતમાં ભરતી કરવામાં આવેલા મોટાભાગના કર્મચારીને ગુજરાતી આવડતું નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આ નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : યુ-ટર્ન એક્સપર્ટ સંજય રાઉતનું નિવેદન : દેશમાં નરેન્દ્ર મોદીની બરોબરી કરે એવો કોઈ કદાવર નેતા નથી

ગુજરાત કલેરીકલ સ્ટાફની ભરતીમાં 660 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા. આ કર્મચારી અમદાવાદ, વડોદરા અને ભાવનગર ઝોનમાં સરખા વહેંચી દેવામાં આવ્યા હતા. વડોદરા ઝોનમાં પસંદગી પામેલા 220 કર્મચારીમાંથી ફક્ત 33 ઉમેદવાર ગુજરાતી છે, બાકીના 187 રાજસ્થાન, તેલંગણા, ઉત્તરાખંડ, બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના છે. 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version