ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.
સાથે જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8-14 જાન્યુઆરી સુધી યોજાનારા ફ્લાવર શો અને પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
જોકે આગામી થોડા સમય પછી જો પરિસ્થિતિમાં સુધારો થશે તો સરકાર વાઇબ્રન્ટ સમિટ યોજવા માટે નિર્ણય લેવામાં આવશે.
હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે.
