News Continuous Bureau | Mumbai
દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાનો મામલો ફરી વાર ગરમાયો છે.
અહીં અતિક્રમણ(Encroachment) હટાવવાની કામગીરી હાથ ધરાય એ પહેલાં ત્યાંના સ્થાનિક નેતાઓ(Local leaders) અને ત્યાં પહોંચેલા લોકો MCDના બુલડોઝરની(Bulldozer) સામે બેસી ગયા છે.
કેટલાંક સ્થાનિક નેતાઓ અને હાલમાં એમસીડી(MCD) અને બીજેપી(BJP) વિરુદ્ધ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે.
જો કે, આ વખતે દિલ્હી પોલીસે(Delhi police) પણ સુરક્ષાની ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(Municiple corporation) ગેરકાયદેસર દબાણોને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં છે.
આ સમાચાર પણ વાંચો: વારાણસી જ્ઞાનવાપી કેસમાં નવો વળાંક, હિંદુ પક્ષના 5 વાદી પૈકીની આ મહિલા પોતાનો કેસ પાછો ખેંચશે
