Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી નું બેશરમ નિવેદન : વિરાર માં લાગેલી આગ કંઈ રાષ્ટ્રીય સમાચાર નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર

'બોલ બચ્ચન, અમિતાભ બચ્ચન' જેવા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી એ અસંવેદનશીલ નિવેદન આપીને લોકોના દિલ દુખાવ્યા છે. વીરારની હોસ્પિટલમાં લાગેલી આગને કારણે તેર લોકોના મૃત્યુ થયા છે. આ પ્રસંગે જ્યારે મીડિયા વાળાઓએ સ્વાસ્થ્ય મંત્રી ને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે 'આ કંઈ રાષ્ટ્રીય ઘટના નથી.' 

Join Our WhatsApp Channel


તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આજની ઘટના સંદર્ભે તપાસ થઇ રહી છે અને જે લોકો ના મૃત્યુ થયા છે તેમને સહાય પૂરી પાડવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આ કોઈ રાષ્ટ્રીય ઘટના નથી.
રાજેશ ટોપેના આ નિવેદનને કારણે રાજનૈતિક હંગામો થયો છે. ઉલ્લેખનીય છે કે બોલ બચ્ચન જેવા રાજેશ ટોપે એ 24 કલાક પહેલા નિવેદન આપ્યું હતું કે અમે ઑક્સિજન મેળવવા માટે કેન્દ્ર સરકારના પગે પડવા તૈયાર છીએ. 
એક તરફ મહારાષ્ટ્રમાં લોકોની હાલાકી વધી રહી છે ત્યારે મંત્રી મહોદય નો વાણીવિલાસ દાઝ્યા પર ડામ જેવો છે.

કોરોનાના દૈનિક કેસ મામલે ભારત રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, આજે જૂનો રેકોર્ડ પણ તોડ્યો. જાણો તાજા આંકડા.. 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version