ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
હાલ દિલ્હીમાં લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ભાગ લેવા માટે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર દિલ્હીમાં છે. જોકે મહારાષ્ટ્ર વિધાનસભામાં જે રીતે દેવેન્દ્ર ફડણવીસ બેટિંગ કરી રહ્યા છે તેનાથી સત્તાધારીઓ ડરી ગયા છે. આથી એનસીપી અને કોંગ્રેસ પાર્ટી તેમજ શિવસેનાના નેતા ઓની સાથે વાત કર્યા બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે દિલ્હીથી સિધી મુંબઈની ફ્લાઈટ પકડી લીધી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ત્રણ મુદ્દા ગરમ થઇ ગયા છે. એક તરફ મોહન ડેલકર આત્મહત્યા કેસ જેમાં મહારાષ્ટ્ર સરકારે ભાજપના નેતાઓને આરોપી ચિતર્યા છે. પરંતુ જો આ નેતાઓ ને દોષી સાબિત ન કરી શકાય તો મોજુદા સરકાર તકલીફમાં આવી શકે છે. બીજી તરફ મનસુખ હિરેન હત્યાકાંડમાં પોલીસ અધિકારી ની સંડોવણી ને કારણે સરકાર ફસાઈ ગઈ છે. ત્રીજી તરફ અન્વય નાઇક આ કેસમાં દેવેન્દ્ર ફડનવીસ વિશે 'હક ભંગ' નો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે.
મનસુખ હિરણ હત્યાકાંડ મામલે સચિન વઝે બદલી થશે. પણ બીજી કોઈ જ કાર્યવાહી નહીં. જાણો વિગત.
હાલના સત્તાધારીઓ ભલે રાજકારણમાં ઘણા વયોવૃદ્ધ હોય પરંતુ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપની રણનીતિ માં તેઓ બરાબર ભેરવાઈ ગયાં છે. આથી હવે આખા મામલે પરિસ્થિતિને થાળે પાડવા તમામ નેતાઓ શરદ પવાર પાસે દોડી ગયા છે.
શરદ પવાર પણ દિલ્હીથી મુંબઇ દોડી આવ્યા છે.
આમ મહારાષ્ટ્રના રાજકારણમાં મોજુદા સરકારના પિતામહ શરદ પવાર પર હવે બધો દારોમદાર છે.